ફિરોઝ આંટિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આંટિયા ફિરોઝ (૧૩-૩-૧૯૧૪): નાટકકાર, ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અભ્યાસકાળ પછી નાટ્યક્ષેત્રમાં પ્રવેશ. એમનાં ‘છ નાટકો' (૧૯૫૧) માનવનિર્બળતાનું વિશિષ્ટ દર્શન આપતાં, પારસી બોલીમાં લખાયેલાં ને તખ્તાલાયકી ધરાવતાં નાટકો છે. એ જ રીતે એમનાં ‘૯ નવાં નાટકો' (૧૯૫૪) તેમ જ ‘૧૫ નાટકો ને અગિયાર ટચૂકડીઓ' (૧૯૫૭) પારસી કોમના માનસને વિશિષ્ટ લખાવટથી હળવી રીતે રજૂ કરે છે. ‘નવરંગ' (૧૯૬૦)માં અગાઉના નાટ્યસંગ્રહોમાંથી પસંદ કરેલાં નવ નાટકો મુકાયાં છે.