બરફનાં પંખી/ગઈ પાનખર પાનસોંસરી
Jump to navigation
Jump to search
ગઈ પાનખર પાનસોંસરી
પીળા પાંદડે ખાઈ લથડિયા ગઈ પાનખર પાનસોંસરી ગઈ
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ નાકસોંસરી ગઈ
રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે
દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી કાનસોંસરી ગઈ
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ
મૃગની પછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ
હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ અંતે
આઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી સાપસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ.
***