“ગુરુ, લખવું એટલે શું?” “લખવું એટલે બીજમાં વૃક્ષને બદલે નિસરણી જોવી અને એ નિસરણી પર ચડી બીજને તળિયે જવું.” “બીજને તળિયે શું હોય ગુરુ?” “બીજી નિસરણી.”