બારી બહાર/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

બારી બહાર (૧૯૪૦)ની કાવ્યરચનાઓ ગુજરાતી કવિતાને એક નવો વળાંક આપે છે. ગાંધીયુગીન કવિતાના સામાજિક વાસ્તવમાંથી, ઇદ્રીયાનુભવોના આંતર-વિશ્વમાં સરકતી આ કવિની કવિતા માનવ-સંવેદનાનો ઝીણો તાર રણકાવતી, હૃદયના નાજુક ભાવોને મધુર છંદ-લયથી વ્યક્ત કરતી રહે છે. એ કાવ્યરચનાઓ પ્રેમ, પ્રકૃતિ અને સંવેદન-પ્રેરક વિષયોને ગીતો દ્વારા, સંસ્કૃત છંદોમાં તેમજ માત્રામેળી લયોમાં નિરૂપણ પામી છે. ‘બારી બહાર’, ‘આજ અંધાર…’, ‘જૂઈ’, ‘વાતો’, ‘વિદાય’, ‘ઘાસ અને હું’ એમનાં ખૂબ જ જાણીતાં થયેલાં કાવ્યો છે. ‘બારી બહાર’ની અનેક આવૃત્તિઓ થઈ છે એ પણ આ કાવ્યોની મહત્તા બતાવે છે.

તો, એ સંવેદન-રંગો અને સૂરોના કવિતા-પ્રવાહમાં પ્રવેશીએ…

(પરિચય – રમણ સોની)