બારી બહાર/૧૯. પરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯. પરી

નહી, નહીં સ્વર્ગની અપ્સરી,
નહિ ધરાતલ સુંદરી :
મનુ-અંતરે કવિત-સૂરે જનમી તું પરી.
નહિ સ્વર્ગ-વિલાસ,
નહિ કો કામનાપાશ :
ચિર ઉલ્લાસે ગગન આવાસે નિત રહે વિચારી;
કુસુમે કુસુમે જઈ જઈ દિયે સુરભિ તું ભરી.
નહિ, નહીં.
તવ ગાન લઈ, ફૂલ કન જઈ નિત મધુકર ગાયે;
તવ નર્તન જલતરંગે, નિશીથતારકે થાયે;
તવ રંગથી સહુ પતંગ અંગ દે ભરી,
પુનિત પ્રાન્તે લઈ જતી અમ મન કદી હરી !
નહિ, નહીં.