બારી બહાર/૩૧. આઠમ-ચાંદની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. આઠમ-ચાંદની

રાત્રી હતી. ઘેર જઈ રહ્યો’તો,
હાંકી ગપાટા સહુ દોસ્ત સાથ.
બની ગઈ’તી જનશૂન્ય વાટ;
કિન્તુ હજીયે ચકચૂર વાતના
નશા મહીં હું ધપતો જતો’તો.
આગે પડયો’તો પથ વીજબત્તીના
તેજે ઝ ળાં ઝ ળાં.
ને વાતને યાદ કરી કરીને,
સહુ દોસ્ત કેરી,
જરી જરી હું મલકી રહ્યો’તો,–
થંભી ગયો ત્યાં, ચમકી ગયો હું ;
એ વીજદીવા સહુ એક સાથ
ગયા બુઝાઈ !
પળેક વીતી ચમકેલ ચિત્તની;
બીજી પળે આઠમ-ચાંદનીની
છટા નિહાળું રમણીય, –મુગ્ધ,
આનંદઘેલો !
અડી રહી ભીતર ને બહાર
એ ચાંદની, ને થઈ સ્તબ્ધ જાણે
પળે પળે હું રહું છું અનુભવી
એ શાન્ત તેજ.
એ શાન્ત ને શીતલ, આત્મસ્પર્શી
પ્રકાશ, જૈને પડદા મહીં આ,
છૂપ્યો હતો, શું પુર-રોશનીના ?
એ રોશનીનો પડદો હટી ગયો,
ને સૌમ્ય ને શીતલ, રમ્ય તેજ
ખિ લા વ તું આત્મપોયણાને
જોઈ રહું, ને નિજ જાત ખોઉં.
જાણે હતો ત્યાં પુર-રોશનીથી
જન્મી રહ્યો કંઈ ગગણાટ એવો,
ભરી દિયે અંતર જે ઘડી ઘડી.
એ શાન્ત એકાન્ત સમી બનેલી
સૃિષ્ટ મહીં ત્યાં મુજ અંતરેથી
આનંદમૂર્તિ, નભની પરી શી,
ચાલી બહાર,ó
મેદાનમાં, ડુંગર-ખેતરોમાં
ને દૂર દૂરે ઝલકંત સિંધુમાં
ફરી રહી એ…
જાગી ગઈ કોઈ અપૂર્વ ચેતના
મુજ રોમરોમે;
આંખો મહીં આ મુજ, હર્ષ કેરાં
ચળકંત મોતી.
ને આસમાની મુજ અંતરે કો
પ્રગટંત જ્યોતિ :
પ્રકાશ તેનો મુ રક્ત કેરા
ભળતો વહેણે.

  • * *

ત્યાં તો ઝબૂક્યા સહુ વીજદીવા :
પડી ગયો એ પડદો ફરીથી
પુર-રોશનીનો
જાગી ગયો એ ગગણાટ જૂનો.
આનંદમૂર્તિ ઉરના નિવાસે
પાછી ફરી : આઠમ-ચાંદનીની
સૃિષ્ટ સરી ગૈ.
એની ધરી અંતરમાં સ્મૃતિને
ચાલ્યો ફરી હું ઘરની દિશામાં
સ્મૃતિના નશામાં.