બારી બહાર/૬૯. વાદળ વીખરાયાં
Jump to navigation
Jump to search
૬૯. વાદળ વીખરાયાં
નિરભ્ર, નિર્મળ ગગન બન્યું ને એવનીજળ આછરિયાં;
ઢંકાયેલા સૂરજ–ચાંદનાં તેજ ફરી રેલાયાં. વાદળ.
હરિયાળીમાં ધરતી કેરી, નભની નીલિમા માંહી,
તૃપ્તિ તૃપ્તિ અનુબવતા જગમાં, શરદલક્ષ્મી સોહાયાં. વાદળ.
સૌમ્ય તેજના સુરભિત દીવડા,–સરમાં કુમદ,–પ્રગટિયાં;
ભિક્ત કેરાં ગીત સમાં આ પારિજાત પમરિયાં. વાદળ.
મહેકે પવન, સરોવર ડહેકે, નાચત મન અનુપમ કો ઠેકે;
હરખ તણા, હૈયાના, દીવા ગોખે ગોખે પ્રગટિયા. વાદળ.
સફળ થયો માનવનો શ્રમ ને ધાન નવાં લહેરાયાં;
આનંદે એ અમાસ કેરાં અંધારાં અજવાળ્યાં. વાદળ.