બારી બહાર/૯૧. વનપ્રવેશ, મિત્રોને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૧. વનપ્રવેશ, મિત્રોને

તપ્ત લલાટે આજે મારા, બુંદ ખુદાઈ પામ્યો;
જીવનભર જે નહીં કમાયો તે આજે હું કામ્યો.

સરલ, સૌમ્ય સદ્ભાવ ઝીલવો, મેં જાણ્યું કે સહેલ :
અનુભવ આજે અંતર કરતું, એ કેવું મુશ્કેલ !

દોસ્તો, આવો, અંતર મારે કરો ડોકિયું આજ :
બાજઠ પર બેઠાં છે એમાં બેઉ હરખ ને લાજ.

હસવા માંહી આજ ન પૂરું સુખથી પ્રગટ થવાય :
એથી આવી આંખ મહીં એ આંસુમાં મલકાય !