બાળ કાવ્ય સંપદા/અંધારા આભમાંથી

અંધારા આભમાંથી

લેખક : નીતા રામૈયા
(1941)

અંધારા આભમાંથી છલકાતી નીંદરાને કહી દઉં કે
આવ મારા દીકરાનાં નયણાંમાં રૂમઝૂમતી આવ

બારણેથી આવેલા વાયરાને સાથ લઈ
બારીએથી દેખાતા ચાંદાને હાથ લઈ

અંધારા આભમાંથી છલકાતી નીંદરાને કહી દઉં કે
આવ મારા દીકરાનાં નયણાંમાં રૂમઝૂમતી આવ

આંગણામાં તુલસીની મંજરીને સાથ લઈ
બાગબાગે ફોરમતા મોગરાને હાથ લઈ

અંધારા આભમાંથી છલકાતી નીંદરાને કહી દઉં કે
આવ મારા દીકરાનાં નયણાંમાં રૂમઝૂમતી આવ