બાળ કાવ્ય સંપદા/અમે (૨)
Jump to navigation
Jump to search
અમે
લેખક : રમેશ ત્રિવેદી
(1941)
અમે રમતાં રમતાં ભણવાના,
અમે ભણતાં ભણતાં ગણવાના.
અમે પ્હાડે પ્હાડે ચઢવાના,
અમે નદી-ઝરણે પડવાના.
અમે હોડી લૈને ફરવાના,
અમે સાત સમંદર તરવાના.
અમે જંગલ-જંગલ ભમવાના,
અમે કદી ન કોઈથી ડ૨વાના.
અમે બા’દુર બંકા ઊડવાના,
અમે આકાશે જઈ પૂગવાના.
અમે દુખિયા કાજે લડવાના,
અમે માનવ કાજે મરવાના.
અમે ભેદભાવને ભૂલવાના,
અમે ગીત મજાનાં ગૂંજવાના.
અમે ભણતાં ભણતાં ગણવાના,
અમે રમતાં રમતાં ભણવાના.