બાળ કાવ્ય સંપદા/અ...ધ...ધ... સપનાં
Jump to navigation
Jump to search
અ. ધ... ધ... સપનાં...
લેખક : ગિરા ભટ્ટ
(1962)
પતંગિયાની પાંખો પ્હેરી, ઊડતો હું આકાશ,
ટમટમતા આ તાલિયાની, ભમતો હું ચોપાસ.
ઝગમગ-ઝગમગ હું થાતો તે, તારલિયાને કાજ,
ચાંદ-સૂરજને જઈ સમજાવ્યા, કરો ન કિટ્ટા આજ.
મેઘધનુષ્યના રંગોની મેં પહેરી લીધી ચડ્ડી,
રંગ-રંગીન વાદળને ગમી, આસમાની બંડી.
ટોપી પહેરી ધુમ્મસ ધોળી, સૂર્યકિરણની લાઠી,
સહેજ વીંઝોળી હળવે હાથે, જીવ મૂકી હું નાઠી.
પવન પળ પળ ૫૨વા કરતો, વાતો કરવા આવે,
થનગનતાં ઊડતાં પંખીને, આંખ મીંચી બોલાવે.
અ....ધ..ધ... સપનાં લઈને આવ્યો, હરિયાળો આ બાળ,
એક દિવસ એ આભે ચડવા, બાંધશે અગણિત માળ.