બાળ કાવ્ય સંપદા/આવે સૂરજ, ભૈ !
Jump to navigation
Jump to search
આવે સૂરજ, ભૈ !
લેખક : અનિલ રાવલ
(1964)
ઝોળીમાં તેજ લઈ આવે સૂરજ, ભૈ !
ઉગમણી દિશામાં આવે સૂરજ, ભૈ !
ઉષાના રંગ ભરી આવે સૂરજ, ભૈ !
જગને જગાડવા આવે સૂરજ, ભૈ !
પંખીનાં ગાન લઈ આવે સૂરજ, ભૈ !
ફૂલોમાં રંગ લઈ આવે સૂરજ, ભૈ !
વૃક્ષનું ભાથું લઈ આવે સૂરજ, ભૈ !
હવાને ચાળવા આવે સૂરજ, ભૈ !
પાણીનાં વાદળાંમાં સ્વાર્થ સૂરજ, ભૈ !
સાત રંગો વેરતો આવે સૂરજ, ભૈ !
ખેતરનાં ડૂંડાં થઈ આવે સૂરજ, ભૈ !
સૌનું જીવન લઈ આવે સૂરજ, ભૈ !
પરોઢિયે ઘેરથી આવે સૂરજ, ભૈ !
ઝોળીમાં તેજ લઈ આવે સૂરજ, ભૈ !