બાળ કાવ્ય સંપદા/ઉજાણી

ઉજાણી

લેખક : રમેશ પારેખ
(1940-2006)

ચકલી બોલે કે ચીંચીંચીં
ઉજાણી કરીએ જી જી જી

કૂકડો બોલે કે કૂકરે કૂ
બોલો બનાવીએ શું શું શું

પોપટ બોલે કે કિર કિર કિર
આજે બનાવીએ ખીર ખીર ખીર

ચકલીબેને રસોઈ કરી
ભૂખ લાગી છે ખરેખરી

એવામાં આવી બિલાડી એક
તેણે લગાવી જબરી ઠેક

પૂરી ખાધી ને ખીર પી ગઈ
મોટી ઉજાણી બિલ્લીને થઈ