બાળ કાવ્ય સંપદા/કોણ જમે ? કોણ રમે ?
Jump to navigation
Jump to search
કોણ જમે ? કોણ રમે ?
લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)
એક મજાનો માળો
એમાં દસ ચકલી રહેતી. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં...
એક ચકલી ચોખા ખાંડે,
બીજી મગડા ભરડે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં...
ત્રીજી બેઠી કરે તડાકા,
ચોથી ચોખા ચાળે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં....
પાંચમી ઓરે ખીચડી
ને છઠ્ઠી છમછમ નાચે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં..
સાતમી શાક સુધારે
ને આઠમી હજીય ઊંઘે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં..
નવમી ની૨ ભરી લાવે
ને દસમી દમ ભિડાવે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચી...
કહો, ખીચડી થઈ ગઈ છે
હવે કોણ જમે ? કોણ રમે ? હોઓઓ ચકલી ચીં...ચીં...ચી..
જે કામ કરે એ જમે
ને ન કરે એ ૨મે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં...