બાળ કાવ્ય સંપદા/ક્યાં રમવાનું ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ક્યાં રમવાનું ?

લેખક : કિરીટ દવે
(1949)

મા, મારે ક્યાં જઈ રમવાનું ?
હું મનમાં રોજ મુંઝાઉં.
મા, મારે ક્યાં જઈ રમવાનું ?

મોટા મોટા મેદાનો પણ ક્યાં રહ્યાં છે ખાલી,
નાનાં-મોટાં બિલ્ડિંગ થાતાં, ક્યાંક બને બહુમાળી.
દૂર દૂર જો રમવા જાઉં
તું કહે નહિ જાવાનું. – મા, મારે...

ઘર-આંગણે રમવા જઈએ, લોકો બૂમો મારે,
કોઈ કાચ જો ઘરના ફૂટે, ઝઘડો થાય ત્યારે.
રમ્યા વિના ના મનને ગમતું,
મા, મારું શું થાવાનું ? – મા, મારે....

ચાલ, તું લઈ જા, શહેર છોડીને મારા નાના ગામે,
ખુલ્લા મોટાં મેદાનોમાં, ખેલ બધાયે જામે.
રમ્યા વિના આ મનડું મારું
ક્યાંય કશે ના ઠરવાનું. – મા, મારે...