બાળ કાવ્ય સંપદા/ગુડ મોર્નિંગ...
ગુડ મૉર્નિંગ...
લેખક : હસમુખ ના. ટાંક
(1987)
આકાશમાં ઊગ્યો છે તારાઓનો કિંગ
ગુડ મૉર્નિંગ, ગુડ મૉર્નિંગ.
સવારના હાથમાં પહેરાવી છે રિંગ,
ગુડ મૉર્નિંગ, ગુડ મૉર્નિંગ.
ગુલાબી તડકો કરે છે ઍક્ટિંગ,
ગુડ મૉર્નિંગ, ગુડ મૉર્નિંગ.
નીલરંગી આભનું થયું છે ઓપનિંગ,
ગુડ મૉર્નિંગ, ગુડ મૉર્નિંગ.
સૂરજ કરી રહ્યો છે બૅટિંગ,
ગુડ મૉર્નિંગ, ગુડ મૉર્નિંગ.
જુઓ, ઈશ્વરની વાગી છે રિંગ,
ગુડ મૉર્નિંગ, ગુડ મૉર્નિંગ.