બાળ કાવ્ય સંપદા/ઘરનો વાઘ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘરનો વાઘ

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે !

દહીં ખાય, દૂધ ખાય,
ઘી તો ચપ ચપ ચાટી જાય;

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.