બાળ કાવ્ય સંપદા/ચાલો હસીએ.... સાથે હસીએ
Jump to navigation
Jump to search
ચાલો હસીએ... સાથે હસીએ
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
ચાલો, સહુયે સાથે હસીએ,
કારણ વિના થોડું હસીએ,
નાનાં-મોટાં સહુ મળીને
મુક્ત મને સહુ સાથે હસીએ
હા...હા..હા...હા, હી...હી...હી...હી...
હી...હી...હી...હી..., હા...હા..હા...હા,
બાળક જેવું સ્મિત કરીએ,
મોકો મળતાં ખડખડ હસીએ,
પડઘા પાડી ઘરની ભીંતે –
હસી હસીને બેવડ વળીએ.
હા...હા..હા...હા, હી...હી...હી...હી...
હી...હી...હી...હી..., હા...હા..હા...હા,
કોઈ રડે છે શાને માટે ?
કોઈ ઉદાસી શાને કાજે ?
હસવું હોય તો કારણ વિના
હસીએ ચાલો, એકલ પંડે.
હા...હા..હા...હા, હી...હી...હી...હી...
હો...હો...હો...હો..., હી...હી...હી...હી...
હસવામાં કંઈ હાણ નથી, ને
હસવાના કંઈ દામ નથી.
તમે હસો તો સહુયે હસશે
પરનાં દિલને જીતી લઈએ.
હા...હા..હા...હા, હી...હી...હી...હી...
હુ...હુ...હુ...હુ..., હા...હા..હા...હા...