બાળ કાવ્ય સંપદા/ઝાપટાં આવે
Jump to navigation
Jump to search
ઝાપટાં આવે
બળદેવ પરમાર
(1924 )
ઝાપટાં આવે ને ઝાપટાં જાય
મેઘાને તાળિયું દેતા જાય
હસતાં જાય ને રમતાં જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય
વાદળાં કાળાં ગરજીને જાય
છાપરે મારા વરસીને જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય
લીલી લીલોતરી હસતી જાય
હૈડે હરખે એ વસતી જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય
વાયરાથી વાતો કરતાં જાય
વર્ષાનાં ઢોલકાં વાગતાં જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય
ખાલી ખાબોચિયાં ભરતાં જાય
છાપાનાં નાવડાં તરતાં જાય