બાળ કાવ્ય સંપદા/દાળ
દાળ
લેખક : વિનોદ ગાંધી
(1953)
મારી થાળીની વાડડીમાં દાળ,
હો ભાઈબંધ થાળીની વાડકીમાં દાળ.
ખાય ઘરડાં, જુવાન અને બાળ,
હો ભાઈબંધ થાળીની વાડકીમાં દાળ.
એનું ભોજનમાં આગવું છે સ્થાન,
હો ભાઇબંધ ભોજનમાં આગવું છે સ્થાન.
એનું ઘેરઘેર હોયે સન્માન.
હો ભાઈબંધ, ઘેરઘેર હોયે સન્માન.
એનો પીવામાં સ્વાદ છે અનેરો
હો ભાઇબંધ, પીવામાં સ્વાદ છે અનેરો.
એના વિનાનો થાળ તો અધૂરો
હો ભાઇબંધ, ભોજનનો થાળ તો અધૂરો.
એનો કાચમનો સાથી છે ભાત
હો ભાઇબંધ, કાયમનો સાથી છે ભાત.
એનો છોડે કદી ના સંગાથ
હો ભાઈબંધ, કદી ના છોડે સંગાથ.
ભલે મૂક્યા હો લાખો પકવાન
હો ભાઈબંધ, મૂક્યા હો લાખો પકવાન,
દાળ વિના બધુંયે વેરાન
હો ભાઇબંધ, દાળવિના બધુંયે વેરાન.
મારી થાળીની વાડકીમાં દાળ,
હો ભાઇબંધ, થાળીની વાડકીમાં દાળ.