બાળ કાવ્ય સંપદા/ધમાચકડી
Jump to navigation
Jump to search
ધમાચકડી
લેખક : રમેશ પારેખ
(1940-2006)
એકડો સાવ સળેકડો
બન્ને બથ્થંબથ્થા બાઝી
ત્રગડો તાળી પાડે અને
ચોગડાની ઢીલી ચડ્ડી
પાંચડો પેંડા ખાતો એની
સાતડો છાનોમાનો સૌની
આઠડાને ધક્કો મારી
એકડે મીંડે દસ વાગ્યા