બાળ કાવ્ય સંપદા/નળ
Jump to navigation
Jump to search
નળ
લેખક : મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
(1914-1972)
મને ગમે બહુ નળ !
એની અદ્ભુત કળ,
આમ ફેરવો ટીપું ન પાણી,
તેમ ફેરવો ત્યાં જળ જળ !
મને ગમે છે નળ.
હાથ રાખું ત્યાં ઊડે ફુવારા
જાણે કૂદતા ફૂટતા તારા
હાથ ખસેડી લઉં ત્યાં વહેતું,
પાણી ખળ ખળ ખળ
મને ગમે છે નળ.
આ નળમાંથી નીકળે ધારા
એ સહ રમવું બની દુલારા
કદી ન અટકું કદી ન થંભું
વહી રહું પળ પળ
મને ગમે છે નળ.