બાળ કાવ્ય સંપદા/નાચે છે મોર

નાચે છે મોર

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

મારી વાડીમાં નાચે છે મોર,
કે મોરલો નવરંગી.
જાણે રંગોથી ઝાકળઝોળ,
કે મોરલો નવરંગી.
એના નર્તનમાં છલકાતો તોર,
કે મોરલો નવરંગી.
જુઓ વાદળ ને કરતો કલશોર,
કે મોરલો નવરંગી.
એનાં પીછાં કે રેશમની કોર,
કે મોરલો નવરંગી.
બધાં પંખીમાં લાગે શિરમોર,
કે મોરલો નવરંગી.
સોહે કલગીથી રઢિયાળો મોર,
કે મોરલો નવરંગી.