બાળ કાવ્ય સંપદા/નિશાળ (૨)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિશાળ

લેખક : કિરીટ ગોસ્વામી
(1975)

અહીં એક એક ડાળખી નિશાળ...
રોજ રોજ પંખી-નિશાળિયાં,
કલરવનો કક્કો બોલે પ્રાતઃકાળ !

આખું આકાશ જુએ છાનુંછપ છાનુંછપ
એમ જ જોયા કરતી માટી....
હોંશે હોંશે વાંચે ધ્યાન દઈ રોજ પવન
પાંદડાંની લીલીછમ પાટી...
કોઈ કોઈ વાર વળી, આવે ચેકિંગમાં,
વાદળીઓ પેલી નખરાળ !

“કાબર કજિયાળી છે, ‘ચકલી છે ઠોઠ’
નથી એવી ફરિયાદ કોઈ કરતું...
કોયલડી ટહુકે ને હોલાજી ગાય
છતાં લેસન ના કોઈનું
નોટ, પેન, દફતર - ના સામગ્રી કાંઈ,
ફક્ત હૈયાં છે સૌનાં વિશાળ !