બાળ કાવ્ય સંપદા/નીંદરાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નીંદરાણી

લેખક : ધનસુખલાલ પારેખ
(1934)

રૂમઝૂમતી આવ,
થનગનતી આવ,
લપલપતી આવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !

ગીત ગાતી આવ,
હસતી રમતી આવ,
ફૂલડાં વેરતી આવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !

પા પા પગલી આવ,
ઝાંઝર પહેરી આવ,
પરી સંગાથે આવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !

ઓઢણી પહેરી આવે,
સમણું લેતી આવ,
સવારે ઊડી જાવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !