બાળ કાવ્ય સંપદા/પ્રાર્થના

પ્રાર્થના

લેખક : જગતમિત્ર
(મૂળ નામ : મણિલાલ ન. પટેલ)
(1946)

જેવા ફૂલમાં બેસી આપ હસો,
અમ અંતરમાં પ્રભુ, એમ વસો !

પ્રભુ, દુઃખમાં હિંમત હારું નહીં,
સુખમાં તમને હું વિસારું નહીં !

તમે સૂરજ થઈ જગ અજવાળો,
તમે જળ થઈને જગ જિવાડો !

અમ અંતરથી અળગા ન થશો,
અમ અંતરમાં પ્રભુ, વાસ વસો !

બાળક આવ્યાં તમ ચરણોમાં,
પ્રભુ, વાસ કરો ને સ્મરણોમાં !