બાળ કાવ્ય સંપદા/બાળક અને બા
Jump to navigation
Jump to search
બાળક અને બા
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ'
(1947)
બાળક બાને ભરતું બચકું,
બાને મન એ બચ્ચી.
બાળક બાને મારે લાતો,
બાને તો એ ગમતી.
બાળક ભારે કરતું મસ્તી,
બાને લાગે વસ્તી.
બાળક મૂકે રોટી એંઠી,
બાને લાગી મીઠી.
બાળક માખણ ચોરી ખાતું,
પકડીને બા હસતી.