બાળ કાવ્ય સંપદા/ભમરડો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભમરડો

લેખક : નિર્મળાબહેન દાણી
(જ. વ. નથી...)

લાલ, પીળો ભમરડો મારો
ભમ્મર ભમ્મર ભમતો...(૨)

નાનકડો છે અંગે તોયે મસ્ત બનીને ફરતો,
ટચૂકડી લોઢાની ધારે, ધરતી સાથે લડતો,
ધૂળ બધીયે દૂર હટાવી, ખાડો ઊંડો કરતો.
– લાલ પીળો ભમરડો મારો....

દોરીના દાગીના પહેરી નર્તન રૂડો કરતો,
નાના દોસ્તો જોવા મળતા, વાહ ! ભમરડો ફરતો.
– લાલ પીળો ભમરડો મારો...

બાલુડાની યુદ્ધભૂમિ પર, વિજ્યી વહેલો બનતો,
ભમરડાની હરીફાઈમાં ઇનામ લઈ ઘર ફરતો
– લાલ પીળો ભમરડો મારો...