બાળ કાવ્ય સંપદા/મને ગમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મને ગમે

લેખક : ધનસુખલાલ પારેખ
(1934)

રમવું ગમે મને રમવું ગમે,
બહેની સંગાથે મને રમવું ગમે.
ભમવું ગમે મને ભમવું ગમે,
વનવગડા મને ભમવું ગમે.
ઊઠવું ગમે મને ઊઠવું ગમે,
વહેલી સવારે મને ઊઠવું ગમે.
ઊડવું ગમે મને ઊડવું ગમે,
પરી સંગાથે મને ઊડવું ગમે.
ફરવું ગમે મને ફરવું ગમે,
બાગબચીચે મને ફરવું ગમે.
કરવું ગમે મને કરવું ગમે,
મમ્મીનું કામ મને કરવું ગમે.
ભણવું ગમે મને ભણવું ગમે,
નિત નવું મને ભણવું ગમે.
ગણવું ગમે મને ગણવું ગમે,
આકાશે તારા મને ગણવું ગમે.
ગાવું ગમે મને ગાવું ગમે,
ગીત મજાનું મને ગાવું ગમે.
ખાવું ગમે મને ખાવું ગમે,
ભેળ-પૂરી મને ખાવું ગમે.