zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/મલકું છું !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મલકું છું !

લેખક : યોસેફ મેકવાન
(1940-2021)

હું ચાંદને જોઈને ઝલકું છું
ને દરિયાનાં જલ પર છલકું છું !
હું વાદળની સંગે સરકું છું
ને આભની પાળે અડકું છું !
હું ઝાડને જોઈને ફરકું છું
ને ફૂલોની સંગે મરકું છું !
હું વાયુની લહેરમાં લસરું છું
ને મ્હેંક મ્હેંક થઈને પમરું છું !
હું પપ્પાને જોઈને હરખું છું
પણ મમ્મીની આંખે મલકું છું !