બાળ કાવ્ય સંપદા/વરસાદ
Jump to navigation
Jump to search
વરસાદ
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ,
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
વીજળી ચમકાર સાથે
લાવ્યો છે ગડગડાટ,
વાદળની લાવ્યો છે
લાંબી વણઝાર.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
ગરજીને વાર વાર,
ઝરમર વરસાવી ધાર,
લાગ્યો ઢંઢોળવા
ધરતીની બહાર.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
રીઝ્યાં ખેડૂતલોક,
ભૂલ્યાં સૌ તાપશોક
જગના આધાર કેરો
સુણીને સાદ
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ