zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/વરસાદમાં ભીંજાઈ લઈએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વરસાદમાં ભીંજાઈ લઈએ

લેખક : અશ્વિન ચંદારાણા
(1964)

આજે તો નિશાળેથી છટકી જઈએ,
ચાલ ને, વરસાદમાં ભીંજાઈ લઈએ !

વાદળોએ આદરી છે રમત મજાની,
વીજળી સાથે રમે છે સાતતાળી;
મેઘધનુષી ઢાળથી સરકી જઈએ,
ચાલ ને, વ૨સાદમાં ભીંજાઈ લઈએ !

પર્વતોના ઢાળ ૫૨ ઝરણાં ઝરણાં,
કોતરોમાં કેટલાં પાણી ભરતાં;
આપણે એ જોઈને મલકી લઈએ,
ચાલ ને, વ૨સાદમાં ભીંજાઈ લઈએ !

આજ ધરતી વેશ નવા સજવા લાગી,
પંખીઓનાં ગીત એ ગાવા લાગી;
આપણે પંખી સમા ફરકી લઈએ,
ચાલ ને, વરસાદમાં ભીંજાઈ લઈએ !