બાળ કાવ્ય સંપદા/વરસાદ (૨)
Jump to navigation
Jump to search
વરસાદ
લેખક : ભગીરથ બ્રહ્મભટ્ટ
(1954)
મોરભાઈએ ઢોલક પીટ્યો વાદળને બોલાવ્યાં જી
વાદળ ભૈ તો ટૌકા સૂણી ફટાક હેઠે આવ્યાં જી
ચકીબેન તો બેડું લઈને
ભરવા ચાલ્યાં પાણી જી,
મેડકજીએ ચકીબેનની
હળવે પકડી પાનીજી.
ન્હાતાં ન્હાતાં મેડકરાજા નદી સાથે ભાગ્યા જી,
મોરભાઈના ટૌકા સૂણી વાદળ હેઠે આવ્યા જી.
મેઘસવારી દૂરથી દેખી
પંખીડાં સંતાયાં જી,
હરખપદૂડાં થઈને ખેડુ
આશાયે બંધાયા જી.
લીલાં લીલાં ખેતર ખેતર ગીત ખજાનાં ખુલ્યા જી.
મોરભાઈના ટૌકા સૂણી વાદળ હેઠે આવ્યા જી.