zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/વાળ નહીં કપાવું !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારી દોસ્ત ચકલી

લેખક : વિનોદ ગાંધી
(1953)

વાળ નહીં કપાવું !
હું વાળ નહીં કપાતું.
મમ્મી, વાળ નહીં કપાવું !

દુકાનવાળા અંકલથી
હું તો બહુ ગભરાઉં !
હું વાળ નહીં કપાવું !

પાણી છાંટે ફુવારાથી, આખું માથું પલાળે,
ધાર કરેલી મોટી કાતર, ફેરવે વાળે વાળે !
હું હિંમત ક્યાંથી લાવું ?
મમ્મી, વાળ નહીં કપાયું !

મોટે કપડે ઢાંકે, માથું મારું નીચું નમાવે,
મશીનથી ગલીપચી કરે, હું હલું તો ધમકાવે,
અંકલ કરે છે આવું આવું !
મમ્મી, વાળ નહીં કપાવું !

પછી, કહે, ‘દર્પણમાં જૂઓ,રાજકુંવ૨ લાગો છો,
શા માટે મારાથી ભાઈબંધ, દૂર દૂર ભાગો છો?'
હું બોલતાં બહુ ખચકાઉં,
મમ્મી, વાળ નહીં કપાયું !