બાળ કાવ્ય સંપદા/સરઘસ
Jump to navigation
Jump to search
સરઘસ
લેખક : વસંત નાયક
(1905-1981)
ચાલો જોવા, ચાલો જોવા, નવી જાતનું સરઘસ જાય.
ભાતભાતના સૂર-તાલમાં જાતજાતનાં ગીતો ગાય.
સૌની આગળ ચકલી ચાલે, ગીત ગાતી ચીંચીંચીં,
કલબલ કરતી કાબર પાછળ, બતકબાઈ કરતાં કીંકીં.
મે... આઉં કરતો મોર ચાલતો, કા...કા... કરતા કાગભાઈ,
કુહૂ....કુહૂ.... કોયલ ગાતી, કૂકડે... કૂક કૂકડાભાઈ.
મિયાઉં મિયાઉં બિલ્લી ગાતી, હાઉ હાઉ કરતા કૂતરાભાઈ,
બેં બેં...બેં બેં બકરી ગાતી, હોંચી હોંચી ગધ્ધાભાઈ.
ઇંહીંહીંહીં ઘોડો કરતો, હૂકી હૂકી શિયાળભાઈ,
હૂપ હૂપ કરતા વાંદરાભાઈ ને અંભા અંભા ગાતી ગાય.
છોકરાંઓને ગમ્મત થઈ ગઈ, જોવા જેવું સરઘસ જાય,
ભાતભાતના સૂર-તાલમાં જાતજાતનાં ગીતો ગાય.