zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/સૌને ગમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સૌને ગમે

અજ્ઞાત

મારા ઘરના ઘોડિયામાં બહેની રમે,
એની નાની નાની ડગલી,
એની ધીમી ધીમી પગલી,
એના કાલાઘેલા બોલ; ભાઈ, સૌને ગમે !

મારા ઘરના ચોકમાં ભાઈલો રમે,
એના ગોરા ગોરા ગાલ,
એના વાંકા ટૂંકા વાળ,
એ તો હસતો ને રમતો સૌને ગમે !

મારા ઘરના રાંધણિયે ભાભી ઘૂમે,
એનું આછું મલકે મુખ,
એને હૈયે છલકે સુખ,
એ તો હસતાં ને બોલતાં સૌને ગમે.