બાળ કાવ્ય સંપદા/હમ્બો ! હમ્બો !
Jump to navigation
Jump to search
હમ્બો ! હમ્બો !
લેખક : મયંક પટેલ
(1954)
હલેસાં મારો હમ્બો ! હમ્બો !
જોર લગાવો હમ્બો ! હમ્બો !
હોડી છે ભાઈ, હોડી આ તો,
નથી કોઈ પ્લૅન જમ્બો,
હલેસાં મારો હમ્બો ! હમ્બો !
જઈશું જરૂર,
દરિયાપાર દૂર !
રસ્તો ભલેને હોય લમ્બો,
હલેસાં મારો હમ્બો ! હમ્બો !
હિંમતે મર્દા,
તો મદદે ખુદા !
પહોંચીશું ઘડીકમાં કોચીથી કોલંબો,
હલેસાં મારો હમ્બો ! હમ્બો !