બાળ કાવ્ય સંપદા/હું ખેલાડી પાક્કો
Jump to navigation
Jump to search
હું ખેલાડી પાક્કો
લેખક : કિરીટ પુરોહિત ‘કંદર્પ'
(1933)
વિશ્વકપનો ખેલાડી હું રમતવીર પક્કો,
પહેલાં મારું ચોક્કો પછી મારું છક્કો.
દેશ-દેશ જઈને હું બજાવું એવો ડંકો,
કે માડી મારી ભારતીનો હું છું નરબંકો.
પ્રેક્ષકો કરે શાઉટ,
સામી ટીમનો ડાઉટ,
તેમ છતાં બંદા રહે
જુઓ નોટ આઉટ.
સામે હોય ભગલો
કે સામે હોય જગલો,
મારે બેઉ સરખા
હું રનનો કર્યું ઢગલો.
વિકેટ કરવા છિન્ન
નાખે બોલ સ્પીન,
તોયે બંદા એવા
સદા રહે વીન.
વિશ્વકપનો ખેલાડી હું રમતવીર પક્કો.
પહેલા મારું ચોક્કો. પછી મારું છક્કો.
દેશ-દેશ જઈને હું બજાવું એવો ડંકો
કે માડી મારી ભારતીનો હું છું નરબંકો.