બાળ કાવ્ય સંપદા/હેતના સાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હેતના સાગર

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

મોંઘા મોંઘા ને વળી મીઠડા રે
સાગર, ઊછળે જો સખી હેતના !
નાવ મારું એમાં લ્હેરાય રે
સાગર, ઊછળે જો સખી હેતના !
પહેલું તે હેત કુટુંબનું રે – સાગર૦
માનું હૈયું ઊભરાય રે – સાગર૦
પૂજ્ય પિતાજીને નયણે રે – સાગર૦
વીરાનાં મુખ મલકાય રે – સાગર૦
બ્હેન મારી હેતની પૂતળી રે – સાગર૦
સહિયરમાં રંગ રેલાય રે – સાગર૦
હેતે આ જગ રળિયામણું રે – સાગર૦
હેતે પ્રભુને પમાય રે – સાગર૦