ભગવાનની વાતો
કૃતિ-પરિચય
ભગવાનની સાથે વાતો કરનારા તો કે બાળકસંતજ્ઞાનીકવિ. આમાંથી લખી જાણે કવિ. ભગવાન બોલે ને કવિ લખે. એ લખે એટલે ભગવાન વાતો કરે કવિતામાં. જેટલી ભગવાનની વાતો એટલી કવિની કવિતા. ઘણી ઘણી ભાષામાં કવિઓએ ભગવાનને બોલતા કર્યા છે આમ. એમાં એક તે દિલીપ ઝવેરી. દિલીપ ઝવેરીએ લખેલી ‘ભગવાનની વાતો’ નિતનિરાળી ગુજરાતીમાં નખરાળી કવિતા. ગુજરાતી કવિતાના અવનવા પ્રદેશો દેખાડનાર આ કવિને ગુજરાત જેટલું ઓળખે એથી વધુ જગત ઓળખે. એટલે થોડાક રંજ સાથે પણ આ કવિ લખતા રહ્યા છે આજ સુધી. આવતીકાલની ગુજરાતી કવિતા.
— રાજેશ પંડ્યા