ભરત વિંઝુડાની ગઝલસંપદા/છે હજી
Jump to navigation
Jump to search
૧૬
છે હજી
છે હજી
એક ઇચ્છા ચોકલેટી છે હજી
એનાં ઘરમાં પાનપેટી છે હજી
એ મને હમણાં જ ભેટી છે હજી
છે નજીક ને તોય છેટી છે હજી
એકબીજા પર લોક કાદવ ફેંકતા
ગામમાં જાણે ધૂળેટી છે હજી
જળ પહેરી મત્સ્ય કરતાં જળક્રીડા
ને તમે ચાદર લપેટી છે હજી
ને તમે ગંજીપો લીધો હાથમાં
એક બાજી મેં સમેટી છે હજી
જીવ જાગે છે ને જિવાડેય છે
જાત બિસ્તરમાં જ લેટી છે હજી
(પ્રેમપત્રોની વાત પૂરી થઈ)