ભરત વિંઝુડાની ગઝલસંપદા/બતાવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search

બતાવે

પિક્ચરમાં લઈ જાય ને કશ્મીર બતાવે
નકશાઓ બતાવીને એ જાગીર બતાવે

હું માણી રહ્યો હોઉં મિલનની જ મજા ત્યાં
તે હાથ લઈ હાથમાં તકદીર બતાવે

લોહીનું કરી પાણી બતાવું છું અગર હું
તે આંસુ વહાવીને મને નીર બતાવે

અહીં કોઈ તૂટી જાય અને કોઈ ન સાંધે
ને હાથ વિવશ હાથની જંજીર બતાવે

હું વીતી ગયો સાવ અરીસાની વચોવચ
તે અટકી ગઈ, ભીંત એ તસવીર બતાવે

પગ માર્ગ ઉપર ચિહ્ન બતાવે છે થનારા
ને હાથ ‘કંવલ’ છે કે જે તકદીર બતાવે

(પંખીઓ જેવી તરજ)