ભરત વિંઝુડાની ગઝલસંપદા/હરિ આવ્યા હશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૪
હરિ આવ્યા હશે

માત્ર મારી સાદગીએ એને શરમાવ્યા હશે
વસ્ત્ર સૂતરનાં પહેરીને હરિ આવ્યા હશે

જોઉં છું જાહોજલાલી મારી અંદરની અને
એ તમે જોયું હશે ને દ્વાર ખખડાવ્યાં હશે

એક પથ્થર કાચ તોડીને પછી નીચે પડ્યો
આવી ઘટનાએ જીવનના ભેદ પરખાવ્યા હશે

મૌન બેસીનેય મન સાથે તો વાતો થઈ હશે
એકબીજાને ભીતરમાં કંઈક સમજાવ્યાં હશે!

થઈ શકે માટીની સાથે માટી સઘળાં શી રીતે
શબ કયામતની પ્રતીક્ષામાંય દફનાવ્યાં હશે

(મેં કહી કાનમાં જે વાત તને)