ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/કામપતાકાનો સંબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કામપતાકાનો સંબંધ

ચંદનપુર નગરમાં અમોઘરિપુ નામે રાજા હતો, તેની ચારુમતી નામે દેવી હતી અને ચારુચંદ્ર કુમાર હતો. વસુમિત્રનો પુત્ર સુષેણ તેનો અમાત્ય હતો. રાજાનાં સર્વ કાર્યોને તેઓ (વસુમિત્ર અને સુષેણ) સંભાળતા હતા. ત્યાં અનંગસેના નામે ગણિકા હતી, તેની પુત્રી કામપતાકા નામે હતી. દુર્મુખ નામે દાસ હતો, તેને રાજાએ દાસીઓની વ્યવસ્થામાં નિયુક્ત કર્યો હતો. રૂપમાં, જ્ઞાનમાં અને બુદ્ધિમાં ચંદનપુરમાં તે કામપતાકા જેવી કન્યા બીજી કોઈ નહોતી.

એક વાર રાજભવનમાંથી બહાર નીકળતી કામપતાકાને જોઈને દુર્મુખે કહ્યું, ‘મારી સાથે રહીશ?’ પછી તેને નહીં ઇચ્છતી એવી કામપતાકાને ક્રોધ પામેલા દુર્મુખે હાથથી પકડી ત્યારે તે બોલી, ‘જો જિનશાસન મને રુચેલું હોય, તો આ સત્ય વચન વડે આ દુર્મુખના મુખમાંથી હું મુકાઉં.’ તેણે એમ કહ્યું, એટલે દેવતાના પ્રભાવથી મેં વિફરીને એ ફાટેલા દાસને એકાન્તમાં પૂર્યો. કામપતાકા પણ પોતાના ભવનમાં ગઈ. દુર્મુખ દાસ તેના ઉપર ગુસ્સે થયો.

હવે, એક વાર વાસવ, શાંડિલ્ય, ઉદકબિંદુ આદિ તાપસોએ પુષ્પફળ વગેરે લાવીને રાજાને ભેટ ધરી, અને પછી તેઓએ નિવેદન કર્યું કે, ‘અમારા આશ્રમમાં યજ્ઞ છે, માટે તેનું રક્ષણ કરવાને તમે યોગ્ય છો.’ પછી વસુમિત્ર અને સુષેણ અમાત્યો સાથે મંત્રણા કરીને રાજાએ ચારુચંદ્ર કુમારને કહ્યું, ‘તું તાપસોના આશ્રમમાં જા; ત્યાં યજ્ઞનું રક્ષણ કરજે.’ પછી ઘણાં વાહન અને સૈન્ય સાથે ઘણા મનુષ્ય સહિત તે કુમાર આશ્રમમાં પહોંચ્યો. તે યજ્ઞ થયો તે વખતે ચિત્રસેના, કલિંગસેના, અનંગસેના અને કામપતાકા (ગણિકાઓ) એક બીજાની ચડસાચડસીમાં પ્રેક્ષાઓ આપતી હતી, નૃત્યાદિ કરતી હતી. દુર્મુખ દાસે કામપતાકાનો વારો જાણીને સૂચિનાટ્ય (સોય ઉપર નૃત્ય)ની આજ્ઞા કરી. પછી તે સોયો વિષવાળી કરીને કામપતાકાના નૃત્યસ્થાન ઉપર તેણે રાખી. તે જાણીને કામપતાકાએ માનતા કરી કે, ‘જો આ પ્રેક્ષામાંથી હું પાર ઊતરીશ તો જિનવરોનો અષ્ટાહિક મહામહોત્સવ કરાવીશ.’ પછી ચોથ ભક્ત કરીને તે પ્રેક્ષામાંથી પાર ઊતરી. વિષયુક્ત તે સોયો દેવતાએ હરી લીધી.

નૃત્યથી સંતુષ્ટ થયેલા ચારુચન્દ્ર કુમારે ત્યાં કડાં, બાજુબંધ આદિ સર્વ આભરણો તથા છત્ર-ચામરો પણ કામપતાકાને આપી દીધાં. પછી લોકો પાછા વળ્યા, એટલે આભરણ વગરના રૂપવાળો કુમાર પણ આવ્યો. આભરણ અને મુગટ વગરનો તેને જોઈને રાજા વિચારવા લાગ્યો, ‘આ કુમાર નિસ્તેજ શરીરવાળો અને ચિન્તામગ્ન કેમ દેખાય છે?’ કુમારનાં પરિજનોને રાજાએ પૂછ્યું, ‘કુમારે આભરણ કોને આપ્યાં?’ તેઓએ કહ્યું, ‘આભરણો અને છત્ર-ચામર કામપતાકાને આપ્યાં છે.’

(આ તરફ) કામપતાકા સર્વ પ્રયત્નથી જિનેશ્વરોનો મહિમા કરવા લાગી. ચારુચન્દ્રકુમાર પણ માત્ર ભ્રમરનું સ્પંદન કરતો હતો — માત્ર ભ્રમર હલાવી શકતો હતો. સ્નાન, ગંધમાલ્ય કે ભોજન અને આસન શયનને તે ઇચ્છતો ન હતો. તે માતાને માત્ર એટલું કહેતો હતો કે, ‘જિનવરોનો મહિમા કરો.’ પછી દેવીએ ‘ભલે’ એમ કહ્યું. તે સાંભળીને રાજાએ દેવીને કહ્યું, ‘ચારુચન્દ્ર કાશ્યપકુલને વૃદ્ધિ પમાડે છે.’૧ દેવીએ કહ્યું, ‘અનંગસેના વડે.’તે અનંગસેના રાજાની પાસે જ હતી. એટલે રાજાએ અનંગસેનાને પૂછ્યું, ‘અનંગસેને! શું કામપતાકા શ્રાવિકા છે?’ એટલે અનંગસેનાએ કહ્યું, ‘સ્વામી! આ બાબતમાં જે સત્ય હકીકત છે તે સાંભળો,