ભારતીય કથાવિશ્વ૧/દાનવોએ ઊભાં કરેલાં વિઘ્ન
Jump to navigation
Jump to search
દાનવોએ ઊભા કરેલાં વિઘ્ન
પ્રાચીન કાળમાં દેવોએ યજ્ઞને વિસ્તાર્યો. એ યજ્ઞને વિસ્તારનારા દેવો પાસે દાનવો આવ્યા. ‘આ યજ્ઞમાં આપણે વિઘ્નો ઊભાં કરીએ.’ એમ કહી તેમણે પશુઓનો બલિ આપતાં વેળાએ અને પર્યગ્નિકરણ પહેલાં યૂપ પાસે પૂર્વ દિશામાંથી આક્રમણ કર્યું. તેમના આગમનના સમાચાર જાણીને તે બંનેએ યજ્ઞની અને પોતાની રક્ષા માટે પશુની ચારે બાજુ અગ્નિમય ત્રણ પ્રાકાર બનાવ્યા. આ દેવોના તે અગ્નિમય પ્રાકાર પશુની ચારે બાજુ સળગતા અને પ્રકાશિત હતા. તે અગ્નિમય પ્રાકારોનું ઉલ્લંઘન કર્યા વિના દાનવો ભાગી ગયા. તેમણે પ્રાકાર રૂપ અગ્નિ વડે પૂર્વ દિશામાં અને પાછળ પણ અગ્નિ વડે દાનવોને અને રાક્ષસોને ઘાયલ કર્યા.