ભારતીય કથાવિશ્વ૧/દાનવોનો પરાજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દાનવોનો પરાજય

દેવોએ યજ્ઞમાં જે કંઈ કર્યું તે બધું દાનવોએ પણ કર્યું. બંને સરખા શક્તિશાળી બની ગયા અને તેમનામાં કશો ભેદ ન રહ્યો. દેવોએ ભેદ પાડવા મૌનસ્તુતિનું દર્શન કર્યું. દાનવો મૌનસ્તુતિનું અનુગમન-અનુષ્ઠાન કરી ન શક્યા. દેવોએ દાનવોના સંહાર માટે જે જે વસ્ત્રનો પ્રયોગ કર્યો તે પ્રત્યેક વસ્ત્રને દાનવો જાણી ગયા. ત્યારે દેવતાઓએ મૌનસ્તુતિરૂપ વસ્ત્રનું દર્શન કર્યું. અને દાનવો આ સ્તુતિ સમજી ન શક્યા. તેનો પ્રતિકાર કરી ન શક્યા. ત્યારે દેવોએ તે તૃષ્ણીશંસરૂપ વસ્ત્ર વડે દાનવો પર હુમલો કર્યો. દાનવો જે વસ્ત્રનું જ્ઞાન ધરાવતા ન હતા તે વડે તેઓ નાશ પામ્યા. ત્યારથી દેવ વિજયી બન્યા અને દાનવો પરાજિત થયા.

(ઐતરેય બ્રાહ્મણ નવમો અધ્યાય, સાતમો ખંડ)