ભારતીય કથાવિશ્વ૧/હોતા બનેલા પ્રજાપતિ
Jump to navigation
Jump to search
હોતા બનેલા પ્રજાપતિ
એક વેળા પ્રજાપતિ જાતે હોતા બન્યા અને ઋચા બોલવા તત્પર થયા — બધા દેવોએ આશા રાખી કે મને કેન્દ્રમાં રાખીને આરંભ કરશે. બધાને એવા આશાવાદી જાણીને તેમણે વિચાર્યું — જો કોઈ મંત્ર વડે એક દેવને કેન્દ્રમાં રાખીને આરંભ કરીશ તો બીજા દેવ ક્રોધે ભરાશે. એટલે હું કેવી રીતે બધા દેવને સાચવું એમ વિચારી બ્રહ્માએ બધા દેવોની સિદ્ધિ અર્થે ‘આપો રેવતી:’ વગેરે ઋચાનું સ્તવન કર્યું. ‘તમે જ બધા દેવ છો, રેવતી જ બધા દેવ છે.’ તેમણે આવી ઋચા વડે પ્રાતરનુવાકનું પ્રતિપાદન કર્યું, તેને કારણે બધા દેવતાઓ મને કેન્દ્રમાં રાખીને આરંભ કર્યો છે. એમ માનીને પ્રસન્ન થઈ ગયા.
(ઐતરેય બ્રાહ્મણ સાતમો અધ્યાય, છઠ્ઠો ખંડ)