મંગલમ્/અસત્યો માંહેથી


અસત્યો માંહેથી

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તું હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા,

સંગે હરિ ચરણમાં રહીએ તમે અમે,
સંગે હરિ પ્રણયમાં રમીએ તમે અમે,
સંગે પરાક્રમ ઘણા કરીએ તમે અમે,
ને સંગભંગ બનજો ન કદાપિ આપણો.

તેજસ્વી પ્રાણવાન થાજો,
સદા શિક્ષણ આપણું,
ન કદાપિ થજો ભિન્ન,
વિદ્વેષે મન આપણું.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ