મંગલમ્/એકાદશ વ્રત

From Ekatra Foundation
Jump to navigation Jump to search


એકાદશ વ્રત

અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ,
શરીરશ્રમ, અસ્વાદ, સર્વત્ર ભયવર્જન.
સર્વ ધર્મ સમાનત્વ, સ્વદેશી, સ્પર્શભાવના,
આ એકાદશ સેવો જી નમ્રત્વે વ્રતનિશ્ચયે.
સર્વથા સૌ સુખી થાઓ,
સમતા સહુ સમાચરો;
સર્વત્ર દિવ્યતા વ્યાપો,
સર્વત્ર શાંતિ વિસ્તરો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ