મંગલમ્/એક હતી ચકી
એક હતી ચકી
એક હતી ચકી ને એક ચકારાણા,
દિવસ ગુજારે થઈને ખૂબ શાણા,
એક દિવસની વાત છે ભાઈ!
ચકીની પંચાત છે ભાઈ!
ચકી કહે ચકાને તું જા…જા…જા…
ખાવું નહીં પીવું નહીં, તારી સાથે બોલું નહીં,
ઊંચે ઊંચે આભલામાં ઊડી ઊડી જાઉં.
ચકીબહેન રિસાણાં, મનાવે ચકારાણા
ફળ લાવે, ફૂલ લાવે, લાવે મોતીદાણા
ચકાનું મન જાણી; મલકે ચકીરાણી,
જીવનમાંહી એમ એ તો ગાય મીઠાં ગાણાં…એક૦